તારો અને મારો હવે, સંબંધ(Relation) સારો ના રહ્યો,
જેનો કર્યો વિશ્વાસ(Trust) મેં,એનો પનારો ના રહ્યો.
કોણે કહ્યું,કે હું તને, નારાજ થી ભૂલી ગયો?
નાહક કરે છે વાત સૌ કે હું ય તારો ના રહ્યો.
આવું કદી તારે નગર પણ,ક્યાં જવું મારે પછી?
આખા નગરમાં તો હવે, કોઈ ઉતારો ના રહ્યો.
સારા નઠારાનો હવે, હું ભેદ શી રીતે કરું?
મારી નજરમાં તો હવે, કોઈ નઠારો ના રહ્યો!
હું આફતો માં હોઉં પણ, આવી નથી તારી મદદ,
“NADAN” મરે માગ્યા વગર, એવો સહારો ના રહ્યો…