So, Enjoy Your Life જેટલી વાર વાંચશો એટલી વાર જીવન નો પાઠ ભણાવશે આ લેખ… તારું ને મારું શુ છે આ જીવન માં? જીવન ના શરૂઆતના ૨૦ વર્ષ હવા ની જેમ ઉડી ગયા. પછી શરુ થઇ નોકરી ની શોધ. આ નઈ પેલું, પેલું નઈ ઓલું… આમ કરતા કરતા ૨ થી ૩ નોકરિયો છોડતાં છોડતાં એક નક્કી કરી. થોડી સ્થિરતા ની શરૂઆત થઇ. અને પછી લગ્ન થયા. જીવન ની રામ કહાની શરુ થઇ ગઈ. લગ્ન જીવનના શરૂઆત ના ૨ વર્ષ કોમળ, ગુલાબી, ને રસીલા સપનાંઓ ને પુરા કરવામાં પસાર થઇ ગયા. હાથો માં હાથ નાખી હરવું, ફરવું બધું થયું. પણ આ દિવસો જલ્દી થી હવા થઇ ગયા. અને પછી બાળકના આવવાની આહટ થઇ. હવે આખું ધ્યાન બાળકમાં કેન્દ્રિત થઇ ગયું. બાળક સાથે હસવું, રમવું, ખાવું, પીવું અને લાડ કરવાનું શરુ થઇ ગયું. સમય એટલો જલ્દી થી પસાર થઇ ગયો કે ખબરજ ન પડી. અને આ બધાની વચ્ચે ક્યારે મારો હાથ તેના હાથ થી નીકળી ગયો, વાતો કરવી, હરવું ફરવું ક્યારે બંધ થઇ ગયું ખબરજ ન પડી… બાળક મોટું થતું ગયું, તે બાળકમાં વ્યસ્ત થઇ ગઈ, અને હું મારા કામ માં… ઘર અને ગાડી ની EMI, બાળક ની જવાબદારી, શિક્ષા અને ભવિષ્ય ની ચિંતા અને બેંક માં રકમ વધારવાની ચિંતા. તે પણ પોતાને કામ માં વ્યસ્ત કરતી ગઈ અને…હું પણ. જોતા જોતા હું ૪૫ નો થઇ ગયો. ઘર, ગાડી, પૈસા, પરિવાર બધુજ હતું પણ કંઇક ખામી લાગતી હતી. અને એ શું છે એ ખબર ન પડી. એની ચીડ-ચીડ દિવસે દિવસે વધતી ગઈ, અને હું ઉદાસ ઉદાસ થતો ગયો. છોકરું મોટું થઇ ગયું…
View More So, Enjoy Your LifeTag: Enjoy Life
- A
- B
- C
- D
- E
- F
- G
- H
- I
- J
- K
- L
- M
- N
- O
- P
- Q
- R
- S
- T
- U
- V
- W
- X
- Y
- Z